Vadodara: વડોદરામાં મગરના હુમલામાં બે લોકોના મોત, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા

વડોદરા: વાઘોડિયા તાલુકાના ગુતાલ અને લિમડા ગામે મગરે બે લોકો પર હુમલા કર્યો છે. મગરના હુમલામા બન્નેા કમકમાટી ભર્યા મોત થયા છે. ગુતાલ ગામે કુદરતે હાજતે ગયેલા 65 વર્ષીય વૃધ્ધને મગરે જડબામા જકડી લીધા હતા. સુર્યા કોતરમા મગરે વૃધ્ધાની જાંગ પકડતા વૃધ્ધે વેલો પકડી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મગરના જડબામા ફસાએલા વૃધ્ધને છોડાવી સારવાર અર્થે ખસેડયા હતા.ટુકી સારવાર બાદ હોસ્પિટલમાં વૃધ્ધનુ મોત થયું હતું. વનવિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો બીજા બનાવમા લિમડા ગામે તળાવમા ન્હાવા પડેલા યુવકને મગર ખેંચી ગયો હતો. સ્થાનિકોએ બુમાબુમ કરતા લોકોના ટોળેચોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. લિમડા ગામે રહી છુટક મજુરી કરતા યુવાનને મગર ખેંચી ગયો હતો. તળાવમા બાવળના ઝાડ નીચે મૃતકનો મૃતદેહ દેખાયો હતો.જે બાદ સ્થાનિકોએ મૃતદેહ કાઢવાનો પ્રયત્ન હાથ ઘર્યો હતો. જો કે, વનવિભાગ અને પોલીસ તંત્ર આ ઘટનાથી અજાણ હોવાની માહિતી સામે આવી છે. આમ એક જ દિવસમાં મગરના હુમલાથી બે લોકોના મોતથી અરેરાટી મચી ગઈ છે. નર્મદા કેનાલમાં ડૂબવાથી બે યુવાનોના મોત કચ્છ: મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ડૂબવાથી બેના મોત થયા છે. નર્મદા કેનાલમાં ડૂબવાથી બે યુવાનોના મોત થતા અરેરાટી મચી છે. આજે સવારના સમયે આ દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે. હાલમાં બે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ વધુ ડૂબ્યાની આશંકાએ શોધખોળ ચાલું છે. પોલીસ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. યુવકના મોતને પગલે શોકનો માહોલ છવાયો છે.  સુરત જિલ્લામાં અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 8 તારીખની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ શિવમના પિતા સુધીર કુમાર મહતો ,(જહાનાબાદ બિહારના રહેવાસી )પાસે ફોન કરી કરી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે ફરીથી બીજા દિવસે ફોન કરી 15 લાખની માંગણી કરી હતી. જોકે બાળકના પિતા સુધીર કુમારે સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરી દેતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી અને જિલ્લા પોલીસની 12 જેટલી ટીમો છેલ્લા 24 કલાકથી આરોપી અને બાળકની શોધખોળ કરી રહી હતી. આ દરમ્યાન આજે સવારે 5 આરોપીઓ પૈકીનો ઉમંગ નામનો આરોપી પોલીસે સુરતના અમરોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો.  પહેલા તો ઝડપાયેલા આરોપી ઉમંગે ગોળ ગોળ વાતો કરી હતી પરંતુ પોલીસે કડકાઈ બતાવતા કબૂલાત કરી લીધી હતી અને શિવમની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. અપહરણકારોએ આરોપી બાળકની અપહરણ કરી હત્યા કરી નાખી હતી અને મૃતદેહને કામરેજના ઉંભેળ ગામની સીમમાં જંગલ જેવી અવાવરું જગ્યાએ ઝાડી ઝાંખરામાં છુપાવી દીધો હતો. હાલ પોલીસે બાકીના ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Sep 11, 2023 - 03:30
 0  1
Vadodara: વડોદરામાં મગરના હુમલામાં બે લોકોના મોત, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા

વડોદરા: વાઘોડિયા તાલુકાના ગુતાલ અને લિમડા ગામે મગરે બે લોકો પર હુમલા કર્યો છે. મગરના હુમલામા બન્નેા કમકમાટી ભર્યા મોત થયા છે. ગુતાલ ગામે કુદરતે હાજતે ગયેલા 65 વર્ષીય વૃધ્ધને મગરે જડબામા જકડી લીધા હતા. સુર્યા કોતરમા મગરે વૃધ્ધાની જાંગ પકડતા વૃધ્ધે વેલો પકડી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મગરના જડબામા ફસાએલા વૃધ્ધને છોડાવી સારવાર અર્થે ખસેડયા હતા.ટુકી સારવાર બાદ હોસ્પિટલમાં વૃધ્ધનુ મોત થયું હતું. વનવિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.


તો બીજા બનાવમા લિમડા ગામે તળાવમા ન્હાવા પડેલા યુવકને મગર ખેંચી ગયો હતો. સ્થાનિકોએ બુમાબુમ કરતા લોકોના ટોળેચોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. લિમડા ગામે રહી છુટક મજુરી કરતા યુવાનને મગર ખેંચી ગયો હતો. તળાવમા બાવળના ઝાડ નીચે મૃતકનો મૃતદેહ દેખાયો હતો.જે બાદ સ્થાનિકોએ મૃતદેહ કાઢવાનો પ્રયત્ન હાથ ઘર્યો હતો. જો કે, વનવિભાગ અને પોલીસ તંત્ર આ ઘટનાથી અજાણ હોવાની માહિતી સામે આવી છે. આમ એક જ દિવસમાં મગરના હુમલાથી બે લોકોના મોતથી અરેરાટી મચી ગઈ છે.

નર્મદા કેનાલમાં ડૂબવાથી બે યુવાનોના મોત

કચ્છ: મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ડૂબવાથી બેના મોત થયા છે. નર્મદા કેનાલમાં ડૂબવાથી બે યુવાનોના મોત થતા અરેરાટી મચી છે. આજે સવારના સમયે આ દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે. હાલમાં બે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ વધુ ડૂબ્યાની આશંકાએ શોધખોળ ચાલું છે. પોલીસ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. યુવકના મોતને પગલે શોકનો માહોલ છવાયો છે. 

સુરત જિલ્લામાં અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 8 તારીખની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ શિવમના પિતા સુધીર કુમાર મહતો ,(જહાનાબાદ બિહારના રહેવાસી )પાસે ફોન કરી કરી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

જોકે ફરીથી બીજા દિવસે ફોન કરી 15 લાખની માંગણી કરી હતી. જોકે બાળકના પિતા સુધીર કુમારે સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરી દેતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી અને જિલ્લા પોલીસની 12 જેટલી ટીમો છેલ્લા 24 કલાકથી આરોપી અને બાળકની શોધખોળ કરી રહી હતી. આ દરમ્યાન આજે સવારે 5 આરોપીઓ પૈકીનો ઉમંગ નામનો આરોપી પોલીસે સુરતના અમરોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. 

પહેલા તો ઝડપાયેલા આરોપી ઉમંગે ગોળ ગોળ વાતો કરી હતી પરંતુ પોલીસે કડકાઈ બતાવતા કબૂલાત કરી લીધી હતી અને શિવમની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. અપહરણકારોએ આરોપી બાળકની અપહરણ કરી હત્યા કરી નાખી હતી અને મૃતદેહને કામરેજના ઉંભેળ ગામની સીમમાં જંગલ જેવી અવાવરું જગ્યાએ ઝાડી ઝાંખરામાં છુપાવી દીધો હતો. હાલ પોલીસે બાકીના ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow