Rajkot: યુવતિએ વરસતા વરસાદમાં ટ્રાફિકને અડચણરૂપ થઈ બનાવી રીલ્સ

Rajkot: સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાનું ભૂત લોકોને ઉતારતુંજ નથી હોતું. હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે પણ ઘણા યુવાનો રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. રાજકોટમાં એક યુવતિએ ટ્રાફિકને અડચણરૂપ બની રીલ્સ બનાવી હતી. શહેરના અમીન માર્ગ પર યુવતીએ વરસતા વરસાદમાં રસ્તા પર રીલ્સ બનાવી હતી. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી જ રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આભ ફાટ્યું છે. વિસાવદરમાં સૌથી વધુ  11 ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજ્યના 67 તાલુકામાં 1થી સાડા છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.   ગુ જરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. નર્મદા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદને કારણે રાજ્યમાં બંધ કરવામાં આવેલા રસ્તાઓ ફરીવાર શરૂ કરી દેવાશે તેવું રાહત કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાહત કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ 12, 444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ગણેશ ચતુર્થીના દિવસે આ વાતોનું રાખો ધ્યાન, જાણો શું કરશો, શું નહીં

Sep 19, 2023 - 01:30
 0  0
Rajkot: યુવતિએ વરસતા વરસાદમાં ટ્રાફિકને અડચણરૂપ થઈ બનાવી રીલ્સ

Rajkot: સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાનું ભૂત લોકોને ઉતારતુંજ નથી હોતું. હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે પણ ઘણા યુવાનો રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. રાજકોટમાં એક યુવતિએ ટ્રાફિકને અડચણરૂપ બની રીલ્સ બનાવી હતી. શહેરના અમીન માર્ગ પર યુવતીએ વરસતા વરસાદમાં રસ્તા પર રીલ્સ બનાવી હતી.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી જ રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આભ ફાટ્યું છે. વિસાવદરમાં સૌથી વધુ  11 ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજ્યના 67 તાલુકામાં 1થી સાડા છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.  


ગુ જરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. નર્મદા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદને કારણે રાજ્યમાં બંધ કરવામાં આવેલા રસ્તાઓ ફરીવાર શરૂ કરી દેવાશે તેવું રાહત કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે.


રાહત કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ 12, 444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

ગણેશ ચતુર્થીના દિવસે આ વાતોનું રાખો ધ્યાન, જાણો શું કરશો, શું નહીં

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow