જૂનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, જીલ્લામાં અત્યાર સુધીનો કુલ 61.84 ઇંચ વરસાદ પડ્યો

Junagadh Rain: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જૂનાગઢ પંથકમાં ભારે વરસાદને પગલે પ્રભાતપુર ગામના ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરમાં પાણી ભરાવાથી તળાવ જેવા દ્રશ્યો સર્જાય હતા. એટલું જ નહીં વરસાદના પાણી રસ્તાઓ પર પણ ફરી વળ્યા હતા. જૂનાગઢ શહેરમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મજેવડી દરવાજા વરસાદના પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે. કાળવા ચોક, આઝાદ ચોક, ગાંધી ચોક સહિતનાં વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જીલ્લાનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 61.84 ઈંચ પડ્યો છે.  ઓઝત ડેમના ચાર દરવાજા ખોલાયા જૂનાગઢના શાપુર નજીક ઓઝત -2 ડેમમાં 10 દરાવાજા દોઢ મીટર ખોલાયા છે. આ દરમિયાન 48,290 કયુસેક પાણી છોડાયું છે. હાલ ઓઝર-2 નું ડેમનું લેવલ  77.32 મીટર છે. તો બીજી બાજુ વિસાવાદરના જાફડ ડેમના 4 દરાવાજા 0.60 મીટર ખોલાયા છે. ત્યાંથી 5793 કયુસક પાણી  છોડવામાં આવ્યું છે. જાફડ ડેમનું લેવલ હાલ 124 મીટર છે. વિસાવાદરના આબાજડમાં 2 દરવાજા 0.61 મીટર ખોલાયા છે. આબાજડ ડેમમાંથી  2904 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. શાપુર નજીક ઓઝત વિયર ડેમ 10 દરવાજા 1.80 મીટર ખોલવામાં આવ્યા છે. ઓઝત વિયર ડેમનાં 45,133 કયુસેક પાણી છોડાયું છે. હાલમાં ડેમનું લેવલ 31.60 મીટર છે. જૂનાગઢ - જીલ્લામાં વરસાદની સ્થિતિછેલ્લા 10 કલાક દરમિયાન વરસાદ ( મીમીમાં )જૂનાગઢ - 30 માણાવદર - 24 વંથલી - 128ભેંસાણ - 36વિસાવદર - 187 મેંદરડા - 157કેશોદ - 7 માંગરોળ - 4 માળીયાહાટીના - 8 --------------અત્યાર સુધીનો કુલ વરસાદ ( ઈંચમાં )જૂનાગઢ - 61.64 માણાવદર - 43.88 વંથલી - 56.2 ભેંસાણ - 47.68વિસાવદર - 9148મેંદરડા - 78.72કેશોદ - 62.56માંગરોળ - 58.84માળીયાહાટીના - 55.84 નર્મદાના પાણીએ ભરૂચમાં  તબાહી મચાવી નર્મદાના પાણીએ ભરૂચમાં  તબાહી મચાવી હતી. ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભરૂચના અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોલ્ડન બ્રિજ પર જળસપાટી 35 ફુટ પહોંચી હતી. નર્મદા નદીનું પાણી રોડ રસ્તા પર ફરી વળ્યું હતું. જુના હરિપુરા, જુના ભાઠા ગામમાં પાણી ભરાયા હતા. મહેસાણા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા મહેસાણા શહેરમાં ઠેર ઠેર  પાણી ભરાયા હતા. ગોપી ગરનાળામાં પાણી ભરાયા  હતા. મોઢેરા રોડ, ટહુકો પાર્ટી પ્લોટ વિસ્તારમાં  પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. બસ સ્ટેશન પાસે પાણી ભરાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Sep 18, 2023 - 15:30
 0  0
જૂનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, જીલ્લામાં અત્યાર સુધીનો કુલ 61.84 ઇંચ વરસાદ પડ્યો

Junagadh Rain: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જૂનાગઢ પંથકમાં ભારે વરસાદને પગલે પ્રભાતપુર ગામના ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરમાં પાણી ભરાવાથી તળાવ જેવા દ્રશ્યો સર્જાય હતા. એટલું જ નહીં વરસાદના પાણી રસ્તાઓ પર પણ ફરી વળ્યા હતા.

જૂનાગઢ શહેરમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મજેવડી દરવાજા વરસાદના પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે. કાળવા ચોક, આઝાદ ચોક, ગાંધી ચોક સહિતનાં વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જીલ્લાનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 61.84 ઈંચ પડ્યો છે. 

ઓઝત ડેમના ચાર દરવાજા ખોલાયા

જૂનાગઢના શાપુર નજીક ઓઝત -2 ડેમમાં 10 દરાવાજા દોઢ મીટર ખોલાયા છે. આ દરમિયાન 48,290 કયુસેક પાણી છોડાયું છે. હાલ ઓઝર-2 નું ડેમનું લેવલ  77.32 મીટર છે. તો બીજી બાજુ વિસાવાદરના જાફડ ડેમના 4 દરાવાજા 0.60 મીટર ખોલાયા છે. ત્યાંથી 5793 કયુસક પાણી  છોડવામાં આવ્યું છે. જાફડ ડેમનું લેવલ હાલ 124 મીટર છે. વિસાવાદરના આબાજડમાં 2 દરવાજા 0.61 મીટર ખોલાયા છે. આબાજડ ડેમમાંથી  2904 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. શાપુર નજીક ઓઝત વિયર ડેમ 10 દરવાજા 1.80 મીટર ખોલવામાં આવ્યા છે. ઓઝત વિયર ડેમનાં 45,133 કયુસેક પાણી છોડાયું છે. હાલમાં ડેમનું લેવલ 31.60 મીટર છે.

જૂનાગઢ - જીલ્લામાં વરસાદની સ્થિતિ
છેલ્લા 10 કલાક દરમિયાન વરસાદ ( મીમીમાં )
જૂનાગઢ - 30
માણાવદર - 24
વંથલી - 128
ભેંસાણ - 36
વિસાવદર - 187
મેંદરડા - 157
કેશોદ - 7
માંગરોળ - 4
માળીયાહાટીના - 8
--------------
અત્યાર સુધીનો કુલ વરસાદ ( ઈંચમાં )
જૂનાગઢ - 61.64
માણાવદર - 43.88
વંથલી - 56.2
ભેંસાણ - 47.68
વિસાવદર - 9148
મેંદરડા - 78.72
કેશોદ - 62.56
માંગરોળ - 58.84
માળીયાહાટીના - 55.84

નર્મદાના પાણીએ ભરૂચમાં  તબાહી મચાવી

નર્મદાના પાણીએ ભરૂચમાં  તબાહી મચાવી હતી. ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભરૂચના અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોલ્ડન બ્રિજ પર જળસપાટી 35 ફુટ પહોંચી હતી. નર્મદા નદીનું પાણી રોડ રસ્તા પર ફરી વળ્યું હતું. જુના હરિપુરા, જુના ભાઠા ગામમાં પાણી ભરાયા હતા.

મહેસાણા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા

મહેસાણા શહેરમાં ઠેર ઠેર  પાણી ભરાયા હતા. ગોપી ગરનાળામાં પાણી ભરાયા  હતા. મોઢેરા રોડ, ટહુકો પાર્ટી પ્લોટ વિસ્તારમાં  પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. બસ સ્ટેશન પાસે પાણી ભરાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow