ગુજરાતના આ શહેરમાં નર્મદાનું પાણી બજારોમાં ઘૂસ્યુ, બૉટમાં બેસાડીને લોકોને બચાવાયા, જુઓ Photos

Narmada River: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યુ છે. ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી બે કાંઠે થઇ ગઇ છે અને સ્થિતિ એવી પેદા થઇ છે કે, નર્મદાના પાણી શહેરમાં ઘૂસી રહ્યાં છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, વડોદરા નજીક ડભોઇ-ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલા નર્મદા નદી બે કાંઠે થઇ છે અને પાણી કાંઠાના ચાર ગામોમાં ઘૂસી રહ્યા છે, અહીં તસવીરોમાં જુઓ.... મળતી માહિતી પ્રમાણે, ભારે વરસાદના કારણે વડોદરા નજીક ડભોઇ- ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલી નર્મદા નદીના પાણી ગામોમાં ઘૂસવા લાગ્યા છે. અહીં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, નર્મદા ડેમમાંથી સતત તબક્કાવાર પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના 4 ગામોમાં ઘૂસ્યા છે. અહીં ચાર ગામોમાં નંદેરિયાં, ભીમપુરા, ચાંદોદ કરનાળી છે, ત્યાં હાલમાં એલર્ટની સ્થિતિ છે.  નદીના પાણી ગામોમાં ઘૂસતા જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને દુર સહી સલામત સ્થળે જવા આદેશ અપાયા છે. નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, સાથે જ ચાંદોદના બજારોમાં પાણી ભરાયા હોવાની તસવીરો પણ સામે આવી રહી છે, લોકોને બૉટમાં બેસાડી બેસાડીને બહાર લવાઈ રહ્યાં છે. ગામની દુકાનો અને નીચાણવાળા ઘરોમાંથી લોકો સામાન અને ઘરવખરી પણ ખાલી કરી રહ્યા છે. ખાસ વાત છે કે, નંદેરીયાં ગામે 15 જેટલા લોકોને તંત્ર દ્વારા રાત્રે જ નજીકના મહાદેવ મંદિરે સ્થળાંતર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને કારણે ઓરસંગ નદી પણ ગાંડીતૂર બની છે, જેમાં 13 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. ઓરસંગ નદી કાંઠાના ચનવાડા, સીતપુર, નવી માંગરોલ, ઓરડી, જેસંગપુરા, નગડોલ, આશોદરા સહિત કુલ 13 ગામો એલર્ટ રખાયા છે. ઓરસંગ નદી ચાંદોદ કરનાળી નજીક એક થતી હોય જેને લઈને ચાંદોદ, કરનાળી ગામોમાં વિકટ પરિસ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના છે. છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા -   મોરવાહડફ - 10.25 ઇંચછોટા ઉદેપુર - 10 ઇંચશહેરા - 9.75 ઇંચદાહોદ - 9.30 ઇંચ લીમખેડા - 8 ઇંચગોધરા - 7.75 ઇંચલુણાવાડા - 7.15 ઇંચગરબાડા - 7.15 ઇંચજાંબુઘોડા - 6.15 ઇંચસંતરામપુર - 6.15 ઇંચવીરપુર - 6.15 ઇંચફતેપુરા - 6 ઇંચઝાલોદ - 6 ઇંચપાવી જેતપુર - 5.5 ઇંચદેવગઢ બારીયા - 5.5 ઇંચબાયડ - 5.5 ઇંચધનસુરા - 5.25 ઇંચસિંગવડ - 5 ઇંચબાલાસિનોર - 4.5 ઇંચબોડેલી - 4.5 ઇંચક્વાંટ - 4.5 ઇંચસાગબારા - 4.5 ઇંચધાનપુર - 4.15 ઇંચસંજેલી - 4.15 ઇંચહાલોલ - 4.15 ઇંચડેડીયાપાડા - 4.15 ઇંચમોડાસા - 4 ઇંચકુકરમુંડા - 4 ઇંચડભોઈ - 4 ઇંચ  

Sep 17, 2023 - 19:30
 0  1
ગુજરાતના આ શહેરમાં નર્મદાનું પાણી બજારોમાં ઘૂસ્યુ, બૉટમાં બેસાડીને લોકોને બચાવાયા, જુઓ Photos

Narmada River: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યુ છે. ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી બે કાંઠે થઇ ગઇ છે અને સ્થિતિ એવી પેદા થઇ છે કે, નર્મદાના પાણી શહેરમાં ઘૂસી રહ્યાં છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, વડોદરા નજીક ડભોઇ-ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલા નર્મદા નદી બે કાંઠે થઇ છે અને પાણી કાંઠાના ચાર ગામોમાં ઘૂસી રહ્યા છે, અહીં તસવીરોમાં જુઓ....


મળતી માહિતી પ્રમાણે, ભારે વરસાદના કારણે વડોદરા નજીક ડભોઇ- ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલી નર્મદા નદીના પાણી ગામોમાં ઘૂસવા લાગ્યા છે. અહીં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, નર્મદા ડેમમાંથી સતત તબક્કાવાર પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના 4 ગામોમાં ઘૂસ્યા છે. અહીં ચાર ગામોમાં નંદેરિયાં, ભીમપુરા, ચાંદોદ કરનાળી છે, ત્યાં હાલમાં એલર્ટની સ્થિતિ છે. 


નદીના પાણી ગામોમાં ઘૂસતા જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને દુર સહી સલામત સ્થળે જવા આદેશ અપાયા છે. નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, સાથે જ ચાંદોદના બજારોમાં પાણી ભરાયા હોવાની તસવીરો પણ સામે આવી રહી છે, લોકોને બૉટમાં બેસાડી બેસાડીને બહાર લવાઈ રહ્યાં છે. ગામની દુકાનો અને નીચાણવાળા ઘરોમાંથી લોકો સામાન અને ઘરવખરી પણ ખાલી કરી રહ્યા છે.


ખાસ વાત છે કે, નંદેરીયાં ગામે 15 જેટલા લોકોને તંત્ર દ્વારા રાત્રે જ નજીકના મહાદેવ મંદિરે સ્થળાંતર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને કારણે ઓરસંગ નદી પણ ગાંડીતૂર બની છે, જેમાં 13 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. ઓરસંગ નદી કાંઠાના ચનવાડા, સીતપુર, નવી માંગરોલ, ઓરડી, જેસંગપુરા, નગડોલ, આશોદરા સહિત કુલ 13 ગામો એલર્ટ રખાયા છે. ઓરસંગ નદી ચાંદોદ કરનાળી નજીક એક થતી હોય જેને લઈને ચાંદોદ, કરનાળી ગામોમાં વિકટ પરિસ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના છે.


છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા -  

મોરવાહડફ - 10.25 ઇંચ
છોટા ઉદેપુર - 10 ઇંચ
શહેરા - 9.75 ઇંચ
દાહોદ - 9.30 ઇંચ 
લીમખેડા - 8 ઇંચ
ગોધરા - 7.75 ઇંચ
લુણાવાડા - 7.15 ઇંચ
ગરબાડા - 7.15 ઇંચ
જાંબુઘોડા - 6.15 ઇંચ
સંતરામપુર - 6.15 ઇંચ
વીરપુર - 6.15 ઇંચ
ફતેપુરા - 6 ઇંચ
ઝાલોદ - 6 ઇંચ
પાવી જેતપુર - 5.5 ઇંચ
દેવગઢ બારીયા - 5.5 ઇંચ
બાયડ - 5.5 ઇંચ
ધનસુરા - 5.25 ઇંચ
સિંગવડ - 5 ઇંચ
બાલાસિનોર - 4.5 ઇંચ
બોડેલી - 4.5 ઇંચ
ક્વાંટ - 4.5 ઇંચ
સાગબારા - 4.5 ઇંચ
ધાનપુર - 4.15 ઇંચ
સંજેલી - 4.15 ઇંચ
હાલોલ - 4.15 ઇંચ
ડેડીયાપાડા - 4.15 ઇંચ
મોડાસા - 4 ઇંચ
કુકરમુંડા - 4 ઇંચ
ડભોઈ - 4 ઇંચ

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow