અમદાવાદના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી, વાહનચાલકો પરેશાન

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, શેલા, થલતેજ, વેજલપુર, શ્યામલ, શિવરંજની, વાસણા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રખિયાલ ચાર રસ્તાથી મનમોહન ચાર રસ્તા સુધી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાના કારણે અનેક કાર અને બાઈક બંધ પડી હતી.  ભારે વરસાદના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે. વેજલપુરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ સિવાય અસારવા અને ઘાટલોડિયા વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરુઆત થઈ છે. વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.  વેજલપુરમાં શ્રી નંદનગર સોસાયટીમાં પાણી ભરાયા છે.  થોડા વરસાદમાં પણ શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા સામાન્ય બની છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પણ  પાણી ભરાયા છે. અમદાવાદના દાણીલીમડા પાસે પીર કમાલ મસ્જિદ બહાર વરસાદી પાણી ભરાયા છે.  મસ્જિદથી ચંડોડા તરફ જવાના રસ્તે પાણી ભરાયા છે.  મુખ્ય રસ્તાની બંને બાજુએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.  વાણીનાથ ચોકથી AEC ચાર રસ્તા પર પાણી ભરાયા છે.  પાણીના ભરાવવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  થોડા જ વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર જળ ભરાવની  સ્થિતિ ઉભી થઈ છે.  અમદાવાદ શહેરમાં ગણેશ મહોત્સવના આયોજનમાં વરસાદ વિઘ્ન બન્યો છે.  હાટકેશ્વર વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા પંડાલને નુકશાન થયું છે.  ગણેશ મહોત્સવમાં માત્ર બે દિવસ બાકી રહેતા વરસાદના કારણે આયોજકોની ચિંતા વધી છે.  હાટકેશ્વર વિસ્તારની આસપાસની સોસાયટીઓના રસ્તા પર પાણી ફરી વળ્યા છે.  AEC અન્ડરપાસ પાસે  પાણી ભરાઇ જતાં મીઠાખડી અન્ડરપાસ  બંધ કરવામાં આવ્યો છે. શહેરમા બાકીના અંડરપાસ ખુલ્લા છે. અમદાવાદના સરસપુરમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ છે. ધોધમાર વરસાદે અમવાદને જળમગ્ન કરી દીધું અમદાવાદમાં ધોધમાર વરસાદે અમવાદને જળમગ્ન કરી દીધું છે. ધોધમાર વરસાદથી  જનજીવન પ્રભાવિત થયું છે. વાડજ, રાણીપ, ન્યૂ રાણીપ, ચેનપુર, ગોધરેજ ગાર્ડન સીટી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે.અમદાવાદ શહેરના એરપોર્ટ,નરોડા,નરોલ સહિતના વિસ્તારોમાં ઘનઘોર વાદળો વચ્ચે  વરસાદ વરસતા વિઝિબિલિટિ ઘટી ગઇ છે.  જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. 

Sep 17, 2023 - 18:30
 0  0
અમદાવાદના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી, વાહનચાલકો પરેશાન

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, શેલા, થલતેજ, વેજલપુર, શ્યામલ, શિવરંજની, વાસણા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રખિયાલ ચાર રસ્તાથી મનમોહન ચાર રસ્તા સુધી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાના કારણે અનેક કાર અને બાઈક બંધ પડી હતી. 

ભારે વરસાદના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે. વેજલપુરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ સિવાય અસારવા અને ઘાટલોડિયા વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરુઆત થઈ છે.


વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.  વેજલપુરમાં શ્રી નંદનગર સોસાયટીમાં પાણી ભરાયા છે.  થોડા વરસાદમાં પણ શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા સામાન્ય બની છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પણ  પાણી ભરાયા છે. અમદાવાદના દાણીલીમડા પાસે પીર કમાલ મસ્જિદ બહાર વરસાદી પાણી ભરાયા છે.  મસ્જિદથી ચંડોડા તરફ જવાના રસ્તે પાણી ભરાયા છે.  મુખ્ય રસ્તાની બંને બાજુએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. 

વાણીનાથ ચોકથી AEC ચાર રસ્તા પર પાણી ભરાયા છે.  પાણીના ભરાવવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  થોડા જ વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર જળ ભરાવની  સ્થિતિ ઉભી થઈ છે. 

અમદાવાદ શહેરમાં ગણેશ મહોત્સવના આયોજનમાં વરસાદ વિઘ્ન બન્યો છે.  હાટકેશ્વર વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા પંડાલને નુકશાન થયું છે.  ગણેશ મહોત્સવમાં માત્ર બે દિવસ બાકી રહેતા વરસાદના કારણે આયોજકોની ચિંતા વધી છે.  હાટકેશ્વર વિસ્તારની આસપાસની સોસાયટીઓના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. 

AEC અન્ડરપાસ પાસે  પાણી ભરાઇ જતાં મીઠાખડી અન્ડરપાસ  બંધ કરવામાં આવ્યો છે. શહેરમા બાકીના અંડરપાસ ખુલ્લા છે. અમદાવાદના સરસપુરમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ છે.

ધોધમાર વરસાદે અમવાદને જળમગ્ન કરી દીધું

અમદાવાદમાં ધોધમાર વરસાદે અમવાદને જળમગ્ન કરી દીધું છે. ધોધમાર વરસાદથી  જનજીવન પ્રભાવિત થયું છે. વાડજ, રાણીપ, ન્યૂ રાણીપ, ચેનપુર, ગોધરેજ ગાર્ડન સીટી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે.અમદાવાદ શહેરના એરપોર્ટ,નરોડા,નરોલ સહિતના વિસ્તારોમાં ઘનઘોર વાદળો વચ્ચે  વરસાદ વરસતા વિઝિબિલિટિ ઘટી ગઇ છે.  જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow